અનુવાદક તરીકે જ્યારે લોકોને મળવાનું થાય ત્યારે અમુક પ્રશ્નો તો કાયમ પૂછાતાં હોય છે. જેમ કે,
- આપણાં શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતાં?
- શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?
- તમારું પ્રિય પુસ્તક કયું?
- આ પ્રશ્નોની યાદીમાં એક પ્રશ્ન ભાવકો તરફથી પૂછાતો હોય છેઃ ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘા કેમ હોય છે?
આનો જવાબ તો એકદમ સરળ અને સમજી શકાય તેવો છે, માત્ર સમજવાની તૈયારી હોવી જોઇએ. મૂળ પ્રશ્ન અર્થશાસ્ત્રનો જ છે. અંગ્રેજી પુસ્તકનાં પ્રકાશનને ગુજરાતી પુસ્તકનાં પ્રકાશન સાથે સરખાવવાથી આ વાત એકદમ સરળતાથી સમજી શકાશે.
અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન
અંગ્રેજી વિશ્વ ભાષા છે, સમગ્ર જગતને જોડતી કડી છે. માટે અંગ્રેજી વાંચી શકતો વર્ગ ઘણો જ વિશાળ છે. આ બહોળા વાચકવર્ગને કારણે,
- પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ બહુ મોટા પાયે શક્ય બને છે.
- લેખકને રોયલ્ટી સ્વરૂપે મોટી રકમ ચૂકવવામાં આવે, તો પણ પુસ્તકની નકલદીઠ તે રકમ ઓછી જ રહે છે.
- પુસ્તકો પેપરબેક અને હાર્ડબાઉન્ડ એમ બે સ્વરૂપે છાપવાં શક્ય બને છે અને કિન્ડલ જેવા પ્લેટફોર્મ પર ઇ-બુક સ્વરૂપે પણ વેચી શકાય છે.
ઉદાહરણ તરીકે આપણે ભારતના લોકપ્રિય લેખકો અમીશ અને અશ્વિન સાંઘીના પુસ્તકો લઈએ.
Continue reading “ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘાં કેમ હોય છે?”